امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
મૌજુદા સનઅત ઉપર એક નજર

મૌજુદા સનઅત ઉપર એક નજર

આપણે ઝ઼હુરના બાબરકત અને દરખશાન ઝમાનામાં ઈલ્મ વ દાનિશની હૈરતઅંગઝ પિશરફ્ત અને ઈમામે ઝમાન અ.જ. ની આલમી હુકુમતમાં અક્લી તકામુલના જે મતાલીબ ઝીક્ર કર્યા એનાથી માલુમ થાય છે કે હાઝિરમાં સનઅતી ટેકનોલોજીના બહુ જ વસાએલ આ સમય બેકાર અને નાકાર થઈ જશે. અગર ઈન્સાન આનાથી ફાયદો લે છે, એની દલીલ એ સમયની અમલી વ ઈલ્મી તરક્કી અને અક્લી તકામુલ છે. જેવી રીતે આજકાલ માણસોએ નવી અને તેજતરીન ગાડીઓના આવવાથી બગ્ઘી તાંગા વગેરેને છોડી દીઘુ છે. એ ઝમાનામાં પણ ઈન્સાન ઈલ્મ વ દાનિશમાં તરક્કી ની વજહથી મૌજુદા દૌરના નવા વસાએલને છોડીને ઈલ્મી વ અક્લી તકામુલના ઝમાનાના વસાએલથી ફાયદો લેશે.

શુ આ સહી છે કે બશરીયત ઈલ્મ અને ઝિંદગીની હર શોઅબામાં બેમિસાલ તરક્કી કરવાના બાવજુદ ભુતકાળના ઝમાનાના વસાએલથી ફાયદો લે?

શુ નવા વસાએલના હોવાની બાવજુદ થી ફાયદો લેવો પસમાંદગા અને ભુતકાળ ઝમાનાની તરફ જવુ શુમાર નહી થાય?

કોઈ શક વ તરદીદના વિના યકીની તોરપર કહી શકાય છે કે જેવી રીતે ઈન્સાન સુઈ અને ડોરાને છોદીને નવી સિલાઈ મશીનોથી ફાયદો હાસિલ કરે છે. જેવી રીતે તાંગા અને બગ્ઘીને છોદીને નવા અને આરામવાળી ગાડીઓ પર સફર કરે છે આવી રીતે ઈન્સાન આજની ઈલ્મી વ સનઅતી તરક્કીથી દૌરે હાઝીરના નવા વસાએલ થી ફાયદો લઈ રહયો છે પરંતુ જ્યારે આ ઈલ્મી વ સનઅતી તકામુલની નવી હદ સુઘી પહોંચી જાય તો પછી ઈન્સાન મૌજુદા દૌરના વસાએલને છોડીને એ દૌરના નવા વસાએલને ઈસ્તેમાલ કરશે કે આજના દૌરના વસાએલની એમની સામે કોઈ અહેમીયત નહી રહે.

આ મતલબની વઝાહત માટે એક મિસાલ ઝિક્ર કરીએ છીએ:

અગર કોઈ સુરજથી તવાનાઈ હાસિલ કરીને ગાડી ચલાવી શકે તો શુ પેટ્રોલ યા ડીઝલ ઈસ્તેમાલ કરીને વાતાવરણ અને પર્યાવરણ ને ખરાબ કરવું સહી છે?

જેવી રીતે આપણે પહેલા પણ બયાન કર્યું હતુ કે એક ઝમાનામાં ના સિર્ફ ઈન્સાન ઈલ્મ વ સનઅત માં મૌજુદ માદ્દી વસાએલની બહેતરીન અને કામિલ તરીન અન્વાઅમાંથી ફાયદો લેશે બલ્કે માઅનવી ઉમુરમાં પીશરફ્ત અને મલકુત સુઘી પહોંચવાથી બહુજ વઘારે નાશેનાખ્તા કુવ્વતોને હાસિલ કરશે કે જેનાથી ફાયદો કરીને ઈન્સાન બહુ જ પીશરફ્ત અને નવા વસાએલ સુઘી પહોંચી શકશે એનાથી ફાયદો લઈ શકાય છે.

આ પરથી અમે આ નુકતા બયાન કરીએ છીએ કે અમારા ઝમાનાના જદીદ અને નવા વસાએલ ઈલ્મ વ દાનિશના એ દરખ્શાં ઝમાનામાં છોડી દેવાશે.

આ વાઝેહ અને રોશન છે આ કામથી ભુતકાળ ઝમાનાની જેમ પાછળ જવુ લાઝીમ નથી આવતુ પરંતુ અક્લ વ ઈલ્મના તકામુલથી ઈન્સાન ઝમાનએ ઝ઼હુર અને ઈમામે ઝમાના અ.જ. ની ઈલાહી હુકુમતમાં ઈલ્મ વ સનઅતના તકામુલથી નવા વસાએલને ઈસ્તેમાલ કરશે. અગર ઈન્સાન એ ઝમાનામાં પણ મૌજુદા દૌરના આલાત વ વસાએલથી ફાયદો કરે તો આ આવી રીતે જ થશે જેમ આજે આપણે બર્ક રફતાર અને નવી મોડેલની આરામદેહ ગાડીઓની બાવજુદ તાંગા અને બગ્ઘીથી ફાયદો લેશે.

ઝ઼હુરના પુરનુર ઝમાનાની તબ્દીલીઓ અને એ ઝમાનાની ઈલ્મી વ અક્લી તકામુલથી આગાહ લોકો માટે આ એક વાઝેહ હકીકત છે.

કેમકે એ જાણે છે કે જેવી રીતે ભુતકાળ ઝમાનાની બનિસ્બત ઈલ્મી તરક્કીઓ આખરી એક સદીના દૌર એ સનઅત અને ટેકનોલોજીમાં બહુ જ તબ્દીલીયો વજુદમાં લાવી છે આવી રીતે ઈમામ મહેદી અ.જ. ની ઈલાહી હુકુમતના દૌર એ ગ઼ૈરમામુલી ઈલ્મી તરક્કીથી બહુત જ હૈરાન કરવાવાળી તબ્દીલીઓ વજુદમાં આવશે કે મૌજુદાતરીન તરક્કી જેનો મુકાબલો કરવાની તાબ નથી રાખતી.

સુર્ય, નુર, રોશની અને એનર્જીના બહેતરીન મન્બઅ છે. ઈન્સાન ઈલ્મી તરક્કીના મોટા મોટા દાવાની બાવજુદ પણ અત્યાર સુઘી સુર્યની એનર્જીથી મુકમ્મલ તોરપર ફાયદો નહી લઈ શકયા, જેવી રીતે ઈન્સાન પાણીને મુખ્તલીફ તરીકાથી ઝખીરા કરીને એને બરબાદ હોવાથી બચાવે છે. આવી રીતે સુર્યથી એનર્જી ઝખીરા[1] કરાને એને બહુ જ કામો માટે ઈસ્તેમાલ કરી શકાય છે.

અત્યાર સુઘી ઈન્સાન પોતાના ઈલ્મના લીઘે આગાહી હાસિલ કરી ચુકયો છે કે સુર્ય હયાતના માટે ઝરીયા છે. પરંતુ આ કે એનાથી ફાયદો લઈ શકાય છે? કેવી રીતે એના સુઘી પહોંચી શકાય છે? કયા તરીકાથી તેલ, પેટ્રોલ અને ડ઼ીઝલના સિવાય સુર્યની એનર્જી અને તવાનાઈથી ફાયદો લઈ શકાય છે?

આ એક એવો મુદ્દો છે કે જેની પર અત્યારે પણ શકનો પડદો પડેલો છે. અત્યાર સુઘી એનાથી બહુ જ કમ મવારેદમાં ફાયદો લીઘેલો છે.

સુર્ય અને એની તવાનાઈના વિના ચાંદ પણ તવાનાઈનો મન્બઅ છે જેની તવાનાઈ જમીન પર બહુ જ ચિજોં પર અસર અંદાઝ થાય છે.

પરંતુ ઈન્સાન પોતાની ઈલ્મી તરક્કીની તમામતર દાવોના બાવજુદ ચાંદની તવાનાઈને સંગ્રહ કરી શકયો કે જેને એ પોતાના ઈખ્તેયારમાં કરાર આપીને એનાથી ફાયદો લઈ શકે.

ચાંદની રોશનીના જમીનના પાણી અને દરિયાન ઉતાર ચઢાવ ઈન્સાનના જિસ્મ અને નફસીયાત પર પ્રભાવ અને એવી રીતે એની બીજી ચિજો પર પ્રભાવ પાડવો એવા મતાલિબ છે કે જેના સુઘી ઈન્સાનની તહેકીક પહોંચી શકી છે પરંતુ ચંદ્રની રોશનીને સંગ્રહ કરીને એનાથી જરૂરી મવારેદમાં ફાયદો કરવાના વિશેમાં કોઈ પીશરફ્ત જોવામાં આવી નથી.[2]

ચંદ્ર અને સુર્ય તો દરકિનાર સિતારાઓની રોશના અને આકાશગંગામાં પણ બહુ જ વઘારે કુદરત છે. અત્યાર સુઘી દુનિયાની ઈલ્મી તરક્કીના દાવેદાર એ રાઝથી પણ પડદો નથા ઉઠાવી શકયા. એ એને સંગ્રહ કરીને એના ઈસ્ત્માલથી લાચાર અને અસહાય છે. ખુદાવંદે કરીમે અહલે જમીન માટે સુર્ય અને થોડા સિતારાને તુલુઅ કરવામાં આવી હૈરાન કરવાવાળી તાસીર કરાર આપી છે કે કેટલાક લોકોને એમાં યકીન નથી થતો કેમકે એમની ફીક્રી સત્હ અને યકીનની મંઝિલ થી મોટી છે.

અમે આ પરથી રાસ્તો બહુ મોટો કરી દીઘો. જમીનથી ચંદ્ર અને સુર્ય પર જતા રહયા અને ત્યાંથી આકાશગંગાના સફર પર નીકળી ગયા. હવે આપણે પોતાના વતન એટલે જમીન પર પાછા આઈએ તો અત્યાર સુઘી એના બહુ જ વઘારે રાઝ બાકી છે જેને જાણવાથી આપણો ઈલ્મ લાચાર છે. તો ખિલ્કતે જમીનના રાઝથી પણ પડદો ઉઠવો બાકી છે.

જે દિવસે તમામ દુનિયા પર હઝરત ઈમામ મહેદા અ.જ. ની કામિલ હુકુમત હશે અને જ્યારે જમીન વ આકાશ અને સુર્ય અને ચંદ્રની ખિલ્કતના શાહીદ ઝાહીર થઈને એમના પર હુકુમત કરશે તો એ કાએનાતને પોતાના ઈલ્મથી મુનવ્વર ફરમાવશે અને મઆશરાથી જેહાલતની તારીકી દુર કરશે પછી ઈન્સાન પર ખિલ્કતે કાએનાતના રાઝો ખુલી જશે.

હા! જેવી રીતે કે એમણે વાયદો કર્યો છે કે એ દિવસે દરેક વસ્તુના ઈલ્મ હશે, જેહાલતના વાદળ દુર થશે અને કોઈ પોશીદા અને છુપાયેલા રાઝ બાકી નહીં રહે.[3]

હવે આપણે એ દિવસની યાદથી પોતાના દિલને ખુશ કરીએ કે જ્યારે રાઝે કાએનાતથી પરદો ઉઠી જશે અને કોઈ રાઝ છુપેલો નહી રહશે. એ બાબરકત, બાઅઝ઼મત, મુનવ્વર અને દરખ્શાં દિવસની આમદ માટે દર્દભરેલા દિલ અને આહોંની સાથે દુઆ કરીએ છીએ કે આપણા ટુટેલા દિલોમાં કોઈ અસર હોય.



[1] સંગ્રહ

[2] ચંદ્ર ના નુર અને રોશની ના વિશે જાણવા માટે પુરાની કીતાબોંમાંથી મર્હુમ આયતુલ્લાહ શેખ આલી અકબર નહાવન્દિ ની કીતાબ ગુલઝ઼ારે અકબરી અને નવી કીતાબોંમાંથી લીયાલ વાટસન ની ફારસી જબાનમાં તરજુમો થયેલી કીતાબ “ફૌક઼ે તબિઅત” જોવો.

[3] આ હઝરતે અમીરુલ મોમેનીન આલી અ.સ. ની રીવાયત તરફ ઈશારો છે: ما مِن علم الا و انا افتحہ و القائم یختمہ۔

 

 

    بازدید : 1969
    بازديد امروز : 8285
    بازديد ديروز : 23196
    بازديد کل : 127611703
    بازديد کل : 88877870