ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
વિષય ઉપર જુમહુરિએ ઈસ્લામી દૈનીકથી “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકના વિશે એક નિબંધ

 

ساقه های سبز نیایش” વિષય ઉપર જુમહુરિએ ઈસ્લામી દૈનીકથી “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકના વિશે એક નિબંધ

 

જુમહુરિએ ઈસ્લામી અખબારના ૫૭૦૦ નંબરમાં “ساقه های سبز نیایش” વિષય ઉપર “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકથી એક નિબંધ આવી રીતે આવ્યું છેઃ

પુસ્તકઃ અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ

લેખકઃ સૈયદ મુર્તુઝા મુજતહેદી

સંપાદકઃ નશરે હાઝિક (કુમ)

આવૃત્તિઃ પહેલી, સને ૧૪૧૯ હીજરી કમરી (૧૩૭૭ શમ્સિ)

સાઈઝઃ વઝીરી (બી ૫), પેજઃ ૭૬૦, નકલઃ ૧૦૦૦

દુઆ ઈસ્લામી મઆરિફમાં પ્રકાશમાન મોસમ છે. શીઆ પુસ્તકોમાં આવનાર દુઆઓ કિંમતી સમૂહને દર્શાવે છે કે એનો દરેક પેજ ખુદા અને એની હુજ્જતો માસૂમીન અને એ કર્તવ્યોની પુસ્તક છે જે એમાં આવી છે.

દુઆ, એવી શિખામણ છે જે સાધારણ લોકોના લાભ માટે છે, ખાસ લોકોની વિધામાં વધારો કરે છે અને બધા ને રાસ્તો દેખાવે છે. અને વિધા, એહસાસ, મહેરબાની, અમલ, કર્તવ્ય બધાને એક સાથે સામેલ કરે છે.

અફસોસ કે ઈલાહી વિજ્ઞાન અને મઆરિફથા પરિપૂર્ણ ખજાનાથી ગફલત થઈ અને અમારા ભરોસેમંદ દુઆઓના મત્ન ના ફકત ખાસ લોકો બલ્કે સાધારણ લોકોએ પણ એના ઉપર તવજ્જો ના રાખી એટલા માટે આ બુલંદ દુઆઓથી થોડાક લોકો જ લાભ લે છે.

દુઆ અને એની મહત્તા વ કિંમતની બહેસ આવા ખુલાસારૂપ વાણીમાં સમાવી શકાય તેમ નથી. ફકત આ મતલબ ઉપર ઈશારો કરવો જરૂરી છે કે મોઅતબર પુસ્તકોને તવજ્જો ના આપવી દાખલા તરીકે સહીફએ સજ્જાદીયહ, બીજી દુઆઓની રાહ પણ ખોલે છે જે ના તો ભરોસાપાત્ર સનદ રાખે છે ના એના અર્થમાં વિશ્વાસ કરી શકાય, અને આ નુકતો બંદા અને મહેરબાન ખુદાની સાથે સંબંધના બુરા પ્રભાવો રાખે છે.

આવનાર દુઆઓના દરમિયાન હઝરત મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના વિશે દુઆઓ ખાસ મહત્તા રાખે છે કેમકે એનો ઘણો ભાગ એમના જન્મ પહેલાં એમના પૂર્વજો અને માસૂમીનથી રિવાયત થઈ છે અને આ પોતે જ ઈસ્લામી અકાએદના સમૂહમાં મહેદવિય્યતના મૂળને સાબિત કરે છે.

એના સિવાય, આ દુઆઓમાં ગેબતના કારણ વિશે કિંમતી શિક્ષા, ઝહૂરના જમાનામાં ઈન્તેઝાર કરનારાઓના કર્તવ્યો, ઈમામ મહેદીના ઝહૂરના ઈન્તેઝારનો ઢંગ, ઝહૂરના નૂરાની જમાનામાં આપહઝરતની સીરત, અને વિલાયતના બુલંદ મોતીઓ જોવા મળે છે જે બીજી પુસ્તકોમાં નથી મળતાં.

એવી જ રીતે હઝરત મહેદી અ.જ. ની તરફથી આવનાર દુઆઓ કિંમતી મોતી છે જે ગેબતના સદફથી બહાર એવીને ગેબતના વાદળોના પાછળથી સુર્યની રોશનીને દર્શાવે છે.

“અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તક એવા સમૂહ છે જેમાં ૪૦૦ દુઆ અને ઝિયારત જે માસૂમીનથી હઝરત મહેદીના વિશે આવી છે અથવા પોતે હઝરત મહેદી અ.જ. થી રિવાયત થઈ છે.

આ પુસ્તકના લેખક વર્ષો આ વિષયમાં પ્રયત્ન કરીને બધા જ પ્રયાસ અને પ્રયોગને આ ઉત્તમ સમૂહમાં જમા કર્યો છે.

પુસ્તકના મતાલિબની સૂચિ આ બનેઝીર સમૂહને દર્શાવે છે!

પુસ્તકની શરૂઆતમાં ૫૮ પેજમાં મુકદ્દમહ છે આ વિષયો ઉપરઃ

. ઈમામ માસૂમની ઓળખાણ ખુદાની તરફથી ઈન્સાન માટે ભેટ છે અને ઈન્સાન પોતાના ઈશ્વરથી એની વિનંતી કરે.

. ઈમામ માસૂમથી મદદ માંગવી જે ઈન્સાનનો એમની સાથે કર્તવ્ય છે.

. અઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામથી સહીહ અને મોઅતબર હદીસોના પ્રમાણે દુઆ અને એના આદાબ વ ફઝાઈલ માટે તશવીક કરવી.

. હઝરત મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ માટે દુઆની જરૂરત.

. એમના માટે દુઆની રીત.

. એ મહત્તાઓ જે ઈમામ માટે ઈન્સાન દુઆ કરે છે.

. દુઆ કરવા માટે સારો સમય.

. દુઆ માટે સારી જગ્યાઓ.

આ ખુલાસારૂપ મુકદ્દમહ પછા, પુસ્તક ૧૨ ભાગમાં શરૂ થાય છેઃ

. પહેલો ભાગઃ દિવસોની દુઆઓઃ આ ભાગમાં ૪૦ દુઆઓ સામેલ છે જે વાજીબ નમાજો પછી અને શુક્રવારના રાત્રે અને દિવસે વાંચવી જોઈએ અને ઈન્સાનની દુઆને કબૂલ થવા માટે બહેતરીન દુઆ ઝહૂરન માટેની દુઆ છે.

. બીજો ભાગઃ આ ભાગમાં ૧૬ દુઆઓ સામેલ છે કે વર્ષમાં ખાસ દિવસોની દુઆઓ છે જેવી રીતેઃ આશૂરાનો દિવસ, રજબ માસના દિવસો, ત્રીજી શાબાનનો દિવસ, રમજાન માસની રાતોની દુઆઓ, ઈદે ફિત્રનો દિવસ, ઈદે ગદીરનો દિવસ.

ત્રીજો ભાગઃ જેમાં ૩૪ દુઆ છે. આ ભાગમાં હઝરત મહેદી અ.જ. માટે દુઆઓ છે જે ખાસ સમય માટે નથી.

ચોથો ભાગઃ આમાં ૪૧ દુઆઓ છે જેમાં હઝરત ઈમામ મહેદી અ.જ. એ લોકો માટે દુઆ કરી છે અથવા એમના માટે શાપ આપ્યો છે. એ લોકોમાંથી જેમના માટે હઝરત ઈમામ મહેદી અ.જ. એ દુઆ કરી છે અમુક આ છેઃ ઉસ્માન બિન સઈદ, મોહમ્મદ બિન ઉસ્માન, અલી બિન મોહમ્મદ સમોરી, મોહમ્મદ બિન જાફર હિમયરી, ઈસ્હાક બિન યાકૂબ અને શેખ મુફીદ. અને આપહઝરતે જે લોકો માટે લાનત અને શાપ આપ્યો છે એમાં શલમગાની, અહેમદ બિન હેલાલ અને બાબિય્યત વાળો ગેરોહ છે.

પાંચમો ભાગઃ કુર્આની સુરહની સાથે ૧૬ દુઆ છે જેને હઝરત મહેદી અ.જ. એ અલગ અલગ જમાનામાં વાંચી અને અમારા માટે રિવાયત કરી છે. આ ભાગમાં ઈમામ એ સામર્રહના સરદાબમાં દુઆઓ પઢી છે અને પોતાની ઉમ્મતના ગુનેહગારો માટે દુઆ કરી છે.

છટો ભાગઃ ૧૧ દુઆઓ છે જેણે હઝરત મહેદી અ.જ. એ પોતાના પૂર્વજો અને ઝકરિયા નબીથી રિવાયત કરી છે.

સાતમો ભાગઃ હઝરત મહેદી અ.જ. ની તરફથી સલવાત અથવા એમના હકમાં બીજા ઈમોમોની સલવાત છે.

આઠમો ભાગઃ બે ભાગમાં તકસીમ થાય છેઃ એ ઈસ્તેખારહ જે હઝરત મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના વિશે અથવા એમનાથી રિવાયત થયાં છે.

નવમો ભાગઃ એ ઝિયારત જે હઝરત મહેદીના વિશે એમનાથી રિવાયત થઈ છે.

દસમો ભાગઃ નિચે આપેલાં વિષયોમાં (૨૧ દુઆ) છેઃ

. હઝરત મહેદીના ખાસ નાએબોની ઝિયારત.

. ખાસ નાએબોના માધ્યમથી નક્લ થયેલી નમાજો અને દુઆઓ.

. જનાબે હુસૈન બિન રૌહ નૌબખ્તીના માધ્યમથી નક્લ થવાવાળા ઈમામોના કુનૂત.

ગ્યારમો ભાગઃ મોઅતબર દુઆઓના અમુક ભાગો અને વાક્યો જેમાં હઝરત મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂર માટે દુઆ છે.

બારમો ભાગઃ અઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામની ઝિયારતોના અમુક વાક્યો અને ભાગો જેમાં હઝરત મહેદીના ઝહૂર માટે દુઆ છે.

પુસ્તકનો ખાતિમો જેમાં અમુક વિષયો સામેલ છે જેવી રીતેઃ નમાજે શબ, ઝિયારતે જામેઅએ કબીરહ અને ઝિયારતે આશૂરા જેને વાંચવાની ફઝીલત માટે હઝરત મહેદી અ.જ. એ તાકીદ કરી છે.

નમાજમાં સુરએ કદર અને તોહીદ વાંચવાની ફઝીલત, નમાજ પછી શક્ર અને આભારનો સજદો, જાફરે તૈયારની નમાજ, ઈમામ હુસૈનના મસાએબમાં રડવું, અને બીજા વિષયો જે તૌકીઆત હઝરત ઈમામ મહેદી અ.જ. ની તાકીદમાં આવી છે. આવી જ રીતે મસ્જિદે સહેલહ, મસ્જિદે કૂફા, મસ્જિદે જમકરાનની ફઝીલત અને ઈબ્ને અરન્દસ હિલ્લીનો કસીદો (નવમી શતાબ્દીના શીઆ શાએર) હઝરત ઈમામ હુસૈનના મરસીયામાં જે અમુક નક્લના આધાર ઉપર હઝરત ઈમામ મહેદી અ.જ. ની તાઈદના કાબેલ છે.

પુસ્તકના અંતમાં હઝરત ઈમામ મહેદી અ.જ. ઉપર ધ્યાન રાખવાની જરૂરત વિશે મોહદ્દીસે નૂરીનો મહત્વપૂર્ણ નુકતો જેમાં છે કે અમે પોતાની જીંદગીમાં આપહઝરતને પ્રભાવ વિના ના જાણવું જોઈએ અથવા ઈમામના ઝહૂરને પોતાની જીંદગીમાં કમરંગ ના કરીએ. મોહદ્દીસે નૂરીએ અહિંયા તાકીદ કરી છે કે ગેબતના જમાનામાં બધા નાખવાની રાહોના બાવજુદ પણ એમના સુધી પહોંચી શકાય છે અને એમની વિધા જે લોકો પોતાના આખા વજૂદથી પ્યાસ રાખે છે એમના સુધી પહોંચી જાય છે.

આશા છે કે આ દુઆઓના વિષયોમાં બારીકાઈ સાથે જોવાથી ઈમામની ઓળખાણની રાહમાં કદમ વધાવીએ અને એમના કરીબ થઈએ અને દુનિયાવાસીઓમાં હંમેશા એમના ઈન્તેઝારની મશાલને જલાવી રાખીએ.

શિર્ષકઃ જુમહુરીએ ઈસ્લામી દૈનીક, નંબર ૫૭૦૦

૧૮ શવ્વાલ સને ૧૪૧૯, ૧૧/૧૫/૧૩૭૭

 

પહેલી વાર પંદરમી શાબાન વર્ષ ૧૪૧૯માં “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તક જેના પેજ ૭૬૦ છે, વઝીરી (બી ૫) સાઈઝમાં પ્રકાશિત થઈ છે અને જલ્દી જ ખત્મ થઈ ગઈ. કેટલાક વર્ષો વિત્યાં પછી ગોઠવણી અને નવા ઈઝાફા કરીને ૧૨૫૬ વઝીરી પેજની સાથે પંદરમી શાબાન સને ૧૪૩૭ હીજરીમાં પ્રકાશિત થઈ અને હવે બીજી વાર પ્રકાશિત થવા માટે તૈયાર છે. આ કિંમતી પુસ્તકમાં એક મુકદ્દમહ, ૧૬ ભાગ અને એક ખાતિમહ સામેલ છે અને એના અંતમાં સાધારણ અનુક્રમણિકા છે જેમાં આયતો, રિવાયતો, દુઆઓ, ઝિયારતો, પુસ્તકના વિષયો અને શિર્ષકોની સૂચિ આવી છે જે મહેદવીય્યતના વિશે કિંમતી અને સારો સમૂહ છે.

 

 

મુલાકાત લો : 2922
આજના મુલાકાતીઃ : 16184
ગઈકાલના મુલાકાતીઃ : 23196
સૌ મુલાકાતીની સંખ્યા : 127627502
સૌ મુલાકાતીની સંખ્યા : 88885770