امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
૨. રૂહાની તકામુલ

 

૨. રૂહાની તકામુલ[1]

ઈન્સાન કામીલ ઈન્તિઝારની સાથે ઝ઼હુરના જમાનાના લોકોથી થોડીક ઓળખાણ રાખી શકે છે જેમકે દિલની પાકીઝગી એની અંદર પેદા કરે અને ઉમેદ વ ઈન્તિઝારના વસીલાથી ખુદને તબાહી અને નાઉમેદીથી નજાત આપી શકશે.

એના વિશે હઝરત ઈમામ જાફરે સાદિક (અ.સ.) એમના અજદાદથી અને એ હઝરત અમીરૂલ મોમેનીન આલી (અ.સ.) થી નકલ કર્યું છે કે ઈમામ એ ફરમાવ્યું:

اَفضَلُ عِبادَۃِ المُومِنِ اِنتِظَارُ فَرَجِ اللہِ۔[2]

મોમીનની સૌથી બડ઼ી ઈબાદત એ છે કે એ ખુદાથી ફરજનો ઈન્તિઝાર રાખતો હોય.

એટલા માટે ઈન્સાન ઈન્તિઝારની હાલતનો પ્રભાવ રાખે છે એ ઝ઼હુરના જમાનામાં તકામુલના આસાર અને પ્રભાવો ખુદમાં ઈજાદ કરી શકે છે. આ મતલબની તૌઝીહ માટે ઈમામ સજ્જાદ (અ.સ.) અબુ ખાલીદથી ફરમાવે છે એના પર તવજ્જો કરીએ:

عَن اَبِی خَالِدِ الکابُلی عَن علیِّ بنِ الحُسینِ علیھما السلام: تَمتَدُّ الغَیبَۃُ بِوَلِیِّ اللہِ الثَّانی عَشَرَ مِن اَوصِیاءِ رسولِ اللہ صلی اللہ علیہ و آلہ و سلم وَ الائمَّۃِ بَعدِہِ، یَا اَبا خَالِدٍ، اِنَّ اَھلَ زَمانِ غَیبَتِہِ، اَلقَائلُونَ بِاِمامتِہِ، اَلمُنتَظِرُونَ لِظُھورِہ اَفضَلُ اَھلِ کلِّ زمانٍ، لِأنَّ اللہ ۔تعالیٰ ذکرُہ۔ اَعطاھُم مِن العقولِ وَ الأفھامِ وَ المعرِفَۃِ مَا صَارَت بہ الغَیبَۃُ عِندَھُم بِمَنزِلَۃِ المُشاھَدَۃِ، وَ جَعَلَھم فِی ذلک الزَّمانِ بِمنزِلۃِ المُجاھِدینَ بَینَ یَدَی رَسولِ اللہ صلی اللہ علیہ و آلہ و سلم بِالسیفِ، اُولئک المُخلِصونَ حَقًّا، وَ شیعتُنا صِدقاً، وَ الدُّعاۃُ اِلی دِینِ اللہ سِرّاً وَ جَھراً، وَ قالَ علیہ السلام: اِنتِظارُ الفَرَجِ مِن اَعظَمِ الفَرَجِ۔[3]

અબુ ખાલીદ કાબુલી હઝરત ઈમામ સજ્જાદ (અ.સ.) થી નકલ કરે છે કે ઈમામ એ ફરમાવ્યું છે કે:

વલી એ ખુદા જે પૈય્ગમ્બરનાં વસીઓમાંથી બારવાં અને આપના ઈમામોમાંથી છે એની ગ઼ૈબત લાંબી હશે. એ અબુ ખાલીદ બેશક જે લોકો ગ઼ૈબતના જમાનામાં છે અને એમની ઈમામતનો અકીદો રાખે છે અને એમના ઝ઼હુરના મુન્તઝિર છે એ બઘાજ જમાનાના લોકોથી બરતર અને અફઝ઼લ છે.

કેમકે ખુદા વન્દે કરીમ એટલી અક્લ, મારેફત અને ફહેમ એ લોકોને અતા કરશે કે એના સામે ગ઼ૈબત મુશાહેદા થશે અને એ લોકોને એ જમાનામાં એ મુજાહેદીનનો દરજ્જો આપશે જેમકે પૈય્ગમ્બર અકરમના દૌરમાં તલવારથી જેહાદ કર્યો છે. હકીકતમાં એ જ લોકો બાઅખલાસ અને અમારા સાચા શીયાઓ છે અને લોકોને જાહેર અને ગુપ્ત રાહોથી ખુદાના દિનની તરફ બુલાવશે

એના પછા ઈમામ સજ્જાદ (અ.સ.) ફરમાવે છે: ઈન્તિઝારે ફરજ, બુલંદ તરીન ફરજમાં છે.

دوست  نزدیکتر از  من، بہ من است

وین  عجب  تر کہ  من  از  وی  دورم

این سخن با کہ توان گفت کہ دوست

کہ   کند     من    و    من    مھجورم[4]

સાચા મુન્તઝીર જે ઈન્તિઝારની રાહે તકામુલ સુઘી પહોંચી ગયા છે, ખુદને આખી દુનિયા ઉપર ખુદાની ગ઼ૈબી કુદરતોથી હુકુમત કરવા માટે, ગ઼ૈબતના જમાનામાં ઝ઼હુરના જમાનાની ફર્દી વિશેષતાઓમાંથી એક ખાસીયત જેમકે દિલની પાકીઝગી છે એ એવા લોકોમાં મોજુદ હશે એવી રીતે કે ગ઼ૈબતનો અંઘેર જમાનો એના માટે દિવસનો ઉજાલો જેવો છે.

અગર ઈન્તિઝાર એવા લોકોમાં એવી વિશેષવાઓ ના રાખે તો કેવી રીતે ઈન્તિઝારે ફરજ, બુલંદ તરીન ફરજ છે? એ લોકો ઈન્તિઝારની હાલત સાથે ઝ઼હુર અને ગ઼ૈબતના જમાનાની દરમિયાન રાબિતહ કાએમ કરે છે અને એ જમાનાના થોડાક હાલાત ગ઼ૈબતના જમાનામાં પણ હાસીલ કરી લે છે.[5]



[1] સંપુર્ણ થવું

[2] બિહારૂલ અનવાર, ભાગ ૫૨, પેજ નં ૧૪૧

[3] બિહારૂલ અનવાર, ભગ ૫૨, પેજ નં ૧૨૨

[4] અનુવાદ: મારો સોથા નજીક દોસ્ત એ (ઈમામ) છે. અને આ અજીબ છે કે હું એનાથી દુર છું. આ વાત કેનાથી કરું કે દોસ્ત મારાથી નજીક છે પણ હું અકેલો છુ.

[5] જેમકે આપણે કહ્યું કે થોડાક લોકો જેમકે મર્હુમ સૈયદ બેહરૂલ ઉલુમ વ મર્હુમ શેખ અન્સારી આવા હાલાત હાસિલ કર્યા હતા.

 

 

    بازدید : 2273
    بازديد امروز : 4150
    بازديد ديروز : 21751
    بازديد کل : 128915470
    بازديد کل : 89547720