امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
રીવાયતના અહમ નુકાત

રીવાયતના અહમ નુકાત

આ રીવાયતમાં બારીકાઈ તલબ અને કાબીલે તવજ્જો નુકાત મૌજુદ છે જે ભવિષ્યની પ્રકાશિત અને ઈલ્મ વ દાનિશથી પરિપુર્ણ દુનિયાની હિકાયત કરે છે. હવે આમાંથી અહમ નુકાત પર ઘ્યાન ફરમાવીયે:

૧. ઈમામે સાદિક઼ અ.સ. ના એ હદીસમાં આ ફરમાન છે કેفبثھا فی الناس આ એક ઈન્તેહાઈ મતલબની દલીલ છે અને એ કલ્ચરના તમામ લોકોમાં ઈલ્મના આમ હોવા અને ઈલ્મની વુસઅતથી ઈબારત છે. આની દલીલ કલમા “الناس” માં મૌજુદ “અલીફ વ લામ” છે.

આ પરથી એક જમાનામાં તમામ લોકો ઈલ્મના બુલંદ મકામ સુઘી પહોંચી જશે. ઈલ્મ વ દાનિશ કલ્ચરોના કોઈ મખસુસ લોકોથી મખસુસ નહી રહેશે એ જમાનામાં દુનિયાના તમામ લોકો ઇલ્મની નેઅમતથી ફાયદો ઊઠાવી શકશે.

૨. હઝરત બકીય્યતુલ્લાહીલ આઝ઼મ (અજ.) ના કયામની પહેલા મઆશરઅના તમામ લોકોમાં ઈલ્મ વ દાનિશ હશે નહિ પરંતુ આ થોડાક લોકોમાં રહશે અને એ પણ તમામ ઉલુમથી આશના નહિ પણ થોડાક ઉલુમથી જ ઓળખ રાખતા હશે.

તકામુલના ઝમાનામાં ઈલ્મ આજના ઝમાનામાં ઈલ્મ વ દાનિશની જેમ નથી કારણકે એ ઝમાનામાં ઈલ્મ વ દાનિશનું દામન વિસ્તૃત રહેશે અને એ ઝમાનામાં મઆશરાના તમામ લોકો ઈલ્મ વ દાનિશની તમામ અનવાઅ વ અકસામથી આગાહ રહશે.

કલમા “العلم” માં “الف لام” થી માલુમ થાય છે કે આનાથી ઈલ્મની તમામ અનવાઅ વ અકસામ મુરાદ છે. મતલબ જે પણ ઈલ્મ શામિલ થાય એ બઘાનો મજમુઓ (ભુતકાળ, વર્તમાન અને કયામથી પહેલા અને ઝ઼હુરના પછી) સતયાવીસ હૂરુફ છે.

પયગ઼મ્બરોના ઝમાનાથી ઝમાનાએ ગ઼ૈબતના ઈખ્તેતામ સુઘી ઈલ્મ વ દાનિશ જેટલી પણ પ્રગતિ કરે એ બે હૂરુફથી વધારે હાસિલ નથી કરી શકતા પણ ઝમાનાએ ઝ઼હૂરમાં એમની સાથે ઈલ્મના બાજા પચ્ચીસ હૂરુફ પણ ઈઝાફા થશે પછી લોકો તકામુલની મંઝિલ પર પહોંચી જશે.[1]

પયગ઼મ્બરોના ઝમાનાથી ઈમામ સાદીક઼ અ.સ. ના ઝમાના સુઘી અને પછી ઈમામ મહદી અ.સ. ના ઝમાનાના પહેલા સુઘી જે ભી થશે એ ઈલ્મ ના બે હૂરુફ છે.

પયગ઼મ્બરોના ઝમાનાથી ઈમામ સાદિક઼ અ.સ. ના ઝમાના સુઘી થવા વાળી તમામ ઈલ્મી તરક્કી અને ઈમામ સાદિક઼ અ.સ. ના વુજુદથી નિકળવાવાળા ઉલુમના ચશ્મા અને એના એલાવા બીજા ઉલુમ કે જે ઇમામે જાબીર અને બીજા ખાસ અસ્હાબને તાલિમ ફરમાવ્યા અને એના અલાવા ઈમામ ઝમાનાના ક઼યામ થી પહલા થવાવાળી તમામ ઈલ્મી તરક્કીના બાવજુદ બઘા બે હૂરુફથી વઘારે નથી જાણતા. આ નૂકાત એ વખતમાં હૈરતમાં નાખી શકે છે કે જ્યારે ઈમામા સાદિક઼ અ.સ. ના વુજુદથી ઝાહેર થવાવાળા ઉલુમના સમંદરથી આલિમ અત્યાર સુઘી તાઅજ્જુબમાં છે પણ એના સિવાય એ સિર્ફ બે હૂરુફ છે.

૪. એ વખત લોકોને એ માલુમ થશે કે ઈલ્મ શું છે? અને વિધ્યાર્થી કોણ છે? કેમેકે એ ઝમાનામાં ઈલ્મ વ દાનિશના સરચશ્મા રહશે કે જે હઝરત બકીય્યતુલ્લાહીલ આઝ઼મની કૃપાથી લોકોને તાલિમ વ શિક્ષણ મળશે.

એ ઝમાનામાં લોકોના દરમિયાનમાં હક઼ીકી વ વાકેઈ ઈલ્મ પૃચલિત થશે ન કે એ ઉલુમ કે જેના અસ્તિત્વ ફર્ઝ અને થીયરી પર કાયમ હોય છે.

૫. એ ઝમાનામાં જુઠા ઈલ્મની કોઈ ખબર નહીં રહે અને દાનિશવરોંની ઘોકાબાજીથી સમાજ ગુમરાહ નહી થાય. એ ઝમાનામાં ઈલ્મ વ દાનિશ લોકોની રહેનુમાઈનો ઝરાયો રહેશે અને પછી કોઈ “ઉરશદીમસ” ની જેમ એક હઝાર છસો વર્ષ સુઘી લોકોને ગુમરાહ નહી કરી શકે.

એ ઝમાનામાં સામ્રાજ્યની તરફ કમજોર દેશોના માટે બનાવેલી ગુમરાહકુન અને સમય બર્બાદ કરવા વાળી પુસ્તકોનું વજુદ નહીં રહશે. અને ડોલરની તાકતથી લીઘેલા નંબર અને સિફારીશ (ભલામણ) ના ઝોરથી હાસિલ કરેલી સર્ટીફીકેટ અને જાલી ડીગ્રીની કોઈ મહત્તા (મુખ્યતા) નહીં રહે.

એ ઝમાનાના બઘા દાનિશવર રહશે. બઘા જ દાનિશવર હક઼ીકી અને તરક્કીયાફતા સમાજના માલિક રહશે. જાલી ડીગ્રીના લીઘે એમનો શુમાર દાનિશવરોંમાં નહી થાય.

૬. બઘા ઉલુમ મુકમ્મલ થઇને લોકોમાં ફેલાઈ જશે એટલે કે લોકોના દરમિયાનમાં ઈલ્મનો દરેક ટુકડો (હિસ્સો) પોતાની બુલંદી પર રાએજ થશે અને લોકો એનાથી ફાયદો ઊઠાવશે.

જેવી રીતે ઝહૂરની દરખ્શાં, પુરનુર અને બાબરકત ઝમાનામાં લોકો નાણાકીત, ખેતીબાડી અને અમન વ અમાન ના લેહાઝથી તરક્કીયાફતા રહશે એવી જ રીતે ઈલ્મ વ દાનિશથી પણ મુકમ્મલ રીતે ફાયદો ઉઠાવી શકશે. એમનામાં કોઈ પણ જાતની ઈલ્મી કમી નહીં રહે.



[1] અગર આપણે રીવાયતના ઝાહીર ઉપર અમલ કરીએ તો ઈલ્મી તરક્કી ની હદ અહીયાં તક જ હોય પરંતુ અગર રીવાયતની તૌજીહ કરીએ તો ઝમાનએ ગ઼ૈબતના ઈખ્તેતામ તક ઈલ્મનો મજમુઓ ઝ઼હ્યુરના ઝમાના તક ઈલ્મી તરક્કીના સાથે કાબિલે મુકાયેસો નથી.

 

 

 

    بازدید : 2106
    بازديد امروز : 17153
    بازديد ديروز : 23197
    بازديد کل : 128897978
    بازديد کل : 89538972