Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆ વિશે મર્હૂમ આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મજફી મરઅશીનો સંદેશ

ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆ વિશે મર્હૂમ આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મજફી મરઅશીનો સંદેશ

 

السلام علیک یا بقیّة الله

મેહઝરે હઝરત આયતુલ્લાહિલ ઉઝમા મરજએ આલી કદ્રે શીઆ જનાબ સૈયદ શહાબુદ્દીન અલ-નજફી અલ-મરઅશી દામ ઈઝ્ઝહ ફી નુસરતે મોલાના અલ-હુજ્જત રૂહી ફેદાહ

અત્યારે કે હઝરત ઈમામ રેઝા અલૈહિસ્સલામ અને બીબી હઝરત માસૂમાની ઝિયારત પછી હિન્દુસ્તાનની યાત્રા કરુ છું અને ત્યાંથી વાપસી પર ૧૫મી શાબાન જે હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લહો ફરજહુશ્શરીફના જન્મ દિવસ છે આપહઝરતની ખિદમતમાં વિનંતી છે કે શીઆઓ અને ઝહૂરના મુન્તઝેરીન માટે સંદેશ બયાન કરશો અને આ ખતરનાક જમાનામાં શીઆઓના કર્તવ્ય બયાન કરશો, કેમકે આ શહેરોના શીઆઓ ઈમામ ઝમાના અ.જ. અને એમના પૂર્વજોના વિશે જાણકારી નથી રાખતાં અને ઉચિત છે કે ગેબતના જમાનામાં ખાસ કર્તવ્યો તરફ ઈશારો કરો.

ખાદેમુલ મુન્તઝેરીન અલ-શેખ આબિદ હુસૈન હિન્દી

જઅલહુલ્લાહો મિન અન્સારીલ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ

મસ્જિદે સાહેબુઝ્ઝમાનમાં ઈમામે જુમા અને હોઝએ ઈલ્મિયહ લખનઉના દારૂલ ઈશાઅતથી મુબલ્લિગ, શિકારપૂર, દલ્લી, હિન્દ.

 

ઉત્તર

بسم الله الرحمن الرحیم

الحمد لله الّذی أنعم علینا بالاسلام وهدانا الی معرفة أئمّة الکرام وصیّرنا من منتظری خاتم أوصیائه العظام والصلوة علی أشرف أنبیائه و رسله محمّد وآله الطاهرین المکرمین سیّما الإمام الأعظم والغوث المعظّم صاحب العصر والزمان عجّل الله فرجه الشریف.

દુનિયાના પરેશાન અને મુશ્કેલ હાલાતમાં જયાં વિશ્વના શીઆ અને મુસ્લિમોનો ઈમાન અને અકીદો ખતરામાં છે તેથી બધા જ સમાજના મુસ્લિમ ખતીબો અને ઉપદેશકોનું ફરજ છે કે બધા લોકોને દુનિયાને રક્ષા આપનાર અને ખુદાની સોથી મોટી મદદ હઝરત ઈમામ મહેદા અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની તરફ ધ્યાર આપે અને એમની બધી સભા અને મિમ્બરો ઉપર એમના ઝહૂરમાં જલ્દીની દુઆ કરે અને લોકોને એમનાથી તવસ્સુલ અને મદદ માટે ઉભા કરે જેથી જલ્દી જ બરકતો અને વિશાળ પ્રભાવો જાહેર થશે.

અને બધા શીઆઓ અને મુસ્લિમો ઉપર ફરજ છે કે એક ક્ષણ માટે પણ ગફલત ના કરે, એમની હકીકતમાં રાહ જોવે અને મુસ્લિમોના સિવાય બીજા લોકોના કાર્યોથી ફરક રાખતાં હોય અને હઝરત જાફર સાદિક અલૈહિસ્સલામની વાણીના મુતાબિક એમની ગેબત પર રડે અને એમના ઝહૂરમાં જલ્દી થવાની દુઆ કરે.

اللّهمّ صلّ علی حبیبک وصفیّک محمّد وآله وعجّل فرج ولیّک وانجز له ما وعدته وأرنا دولته واجعلنا فی حزبه وأنصاره اللّهمّ اعذه من شرّ جمیع خلقک وانصره وانتصر به لدینک ولا حول ولا قوّة إلاّ باللّه والسلام علی اخوانی المنتظرین لفرجه الشریف خیر ختام حرره الداعی لهم.

شهاب الدین الحسینی المرعشی النجفی

محلّ مهر مبارک       

 

Visit : 2868
Today’s viewers : 15318
Yesterday’s viewers : 92727
Total viewers : 134853913
Total viewers : 93276018